ડમ્પરના પાછલા ટાયરમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
હળવદ માળિયા હાઇવે પર આવેલ હળવદ તાલુકાના દેવળીયા પાટીયા પાસે બપોરના સમયે હળવદ થી માળીયા તરફ જતા ડમ્પરમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો સદનસીબે કોઈ જાન હની થઈ ન હતી.
- Advertisement -
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા પાટીયા પાસે બપોરના સમયે હળવદ થી માળિયા તરફ ડમ્પર જઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછલા ટાયરમાં આગ લાગતા માં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદ્નનસીબે કોઈ મોટી જાન હની થઈ ન હતી. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા,સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. બનાવના પગલે ફાયરબ્રિગેડ ધટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયો હતો, થોડીવાર માટે હાઈવે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.



