સમીસાંજે લાગેલી આગ પર મોડીરાત્રીએ આગ પર કાબુ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના કાતર ગામે ડુંગરાઓમાં આગ લાગવાની ધટના બની હતી. કાતર ગામના ડુંગરાઓમાં અચાનક આગ લાગી હતી. સમીસાંજે લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા વન્યપ્રાણીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ધટના પગલે સ્થાનિકો તથા રાજુલા- ખાંભા વનવિભાગ સ્ટાફ ધટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ રાજુલા અને પીપાવાવ ફાયર બ્રિગેડ પણ ધટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આગ પર ભારે જહેમત બાદ મોડીરાત્રીએ ડુંગરાઓમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો.