સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીએ પરિણીત-અપરિણીત સ્ત્રીઓ પર સર્વે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
શિક્ષણના સ્તરમાં થતા સુધારા, શહેરીકરણ, કાયદાકીય જાગૃતી અને અર્થતંત્ર જેવા અનેક પરિબળો ને કારણે મહિલાના સંબંધો ઝડપથી બદલાઈ શક્યા છે. સમાજમાં પરિવર્તનથી મહિલાઓની સ્થિતિમાં પણ સુધારો થયો છે. શિક્ષણે મહિલાઓને બદલી નાખી છે. આજના સમયમાં જીવન વધારે ને વધારે કઠીન બની રહ્યુ છે. સ્ત્રીઓએ પોતાની જાતને તે પ્રદેશ અને સંબંધ પ્રમાણે સમાયોજિત કરવી જોઈએ જેમાં તે છે. તેને જીવનનાં તમામ ક્ષેત્રો, કૌટુંબિક લગ્નજીવન સાથે સમાયોજન સાધવુ પણ ખુબ જરૂરી છે. લગ્નએ બહુ મોટી જવાબદારી છે.
- Advertisement -
સામાજિક, માનસિક, આવેગિક, શારીરિક ઘણા પરિવર્તન લગ્ન પછી જોવા મળે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં તે પરિવર્તનનું પ્રમાણ વધારે હોય છે. એ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ગોજીયા પૂજાએ ડો. ધારા આર દોશીના માર્ગદર્શનમાં પરિણીત અને અપરિણીત સ્ત્રીઓ પર સર્વે કર્યો હતો. જેમાં 45 ટકા પરિણીત બહેનોએ સ્વીકાર્યું કે રોજની એક મુજબની જીવન જીવવાની રીત તણાવ ઉત્પન્ન કરે છે
41.45% બહેનોએ જણાવ્યું કે, બધાનું ટાઈમ ટેબલ સાચવતા પોતાનું કઈ ધ્યાન રહેતું નથી જેથી તણાવ થાય છે
45.56 % પરિણીત બહેનોએ સ્વીકાર્યું કે, પોતાનું ગમતું કામ કે શોખ પૂર્ણ ન થવાને લીધે તણાવ ઉત્પન્ન થાય છે
56.35% પરિણીત બહેનોએ નાણાકીય ખોટ આવે તો તણાવ અનુભવાય છે
45.45% પરિણીત બહેનોએ સ્વીકાર્યું કે બધી બાબતોમાં યોગ્યતા મેળવવાની ચિંતા તણાવ ઉત્પન્ન કરે છે
45.78% અપરિણીત બહેનોએ સ્વીકાર્યું કે જો અચાનક જ કોઈ જવાબદારી આવે તો તેઓ તેનો સ્વીકાર કરે છે