ખાસ-ખબર સંવાદદાતા
લોકોમાં જાગૃતિ આવે તે હેતુ થી રોડ સેફટી વિષયક સ્ટોલ રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર લગાવામાં આવેલ છે જેમાં માર્ગ અકસ્માત થયેલ વેહિકલ ડેમો તરીકે રાખવામાં આવેલ છે રાજકોટ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા દરેક શાળા ના બાળકો ને ટ્રાફિક અવરનેસ વિશે માહિતી આપવામાં આવે છે તેમજ વાહનના તમામ દસ્તાવેજો સાથે રાખવા પણ જણાવાયું છે અને અન્ય રોડ સેફ્ટી પોસ્ટર રોડ સેફટીના લગાવામાં આવેલ છે. તેમજ વિહિકલની પરિસ્થિતિ બતાવીને લોકોને અવગત કરવામાં આવે છે કે ટ્રાફિકના નિયમો અચૂક પાળવા તેમજ વાહન હંમેશા ગતિ મર્યાદામાં હંકારવું. લોકો આવો અક્સમાત જોઈ ને તેની ગંભીરતા સમજી રહ્યા છે.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી વિષયક સ્ટોલ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/trafic-awernes-860x875.jpeg)