ખાસ-ખબર સંવાદદાતા
મહામારી કોરોના વાયરસ બાદ હવે સમગ્ર દેશમાં ઇં3ગ2 ઈન્ફ્લુએન્ઝા વાયરસનો ભય વધતો જ જઈ રહ્યો છે. છેલ્લા અમુક દિવસોથી આ વાયરસના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. દરમિયાન દિલ્હીના લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં અલગથી ઇં3ગ2 ના દર્દીઓ માટે 20 આઈસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ 15 નિષ્ણાત ડોક્ટર્સની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરશે. ઇં3ગ2 સંક્રમણના વધતા કેસો વચ્ચે દિલ્હીના લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલે ઇં3ગ2 માટે 20 બેડ વાળો આઈસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે. આઈસોલેશન વોર્ડમાં ઓક્સિજન, બીઆઈપીએપી મશીન, વેન્ટિલેટરની વ્યવસ્થા છે. એલએનજેપીના ડાયરેક્ટર ડો. સુરેશ કુમારે કહ્યુ કે એચ3એન2 દર્દીઓ માટે 20 બેડ સાથે ઓક્સિજન, બીઆઈપીએપી મશીન, વેન્ટિલેટરની વ્યવસ્થા સાથે એક અલગ આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. 15 નિષ્ણાત ડોક્ટરોની ટીમ દર્દીઓ માટે 24 કલાક તૈનાત કરવામાં આવી છે.
OPDમાં દરરોજ 1600 દર્દી આવી રહ્યા છે
છેલ્લા અમુક દિવસોમાં એલએનજેપી ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. પહેલા ઓપીડીમાં દરરોજ 1200-1300 દર્દી આવતા હતા હવે દરરોજ લગભગ 1600 દર્દી આવી રહ્યા છે. ઓપીડીમાં પહેલા લગભગ 400 બાળકો આવતા હતા હવે દરરોજ લગભગ 600 બાળકો આવી રહ્યા છે. હોસ્પિટલ તંત્રએ કહ્યુ, જોકે એવુ નથી કે આ તમામ ઇં3ગ2 વાયરસથી સંક્રમિત છે. જે પણ શંકાસ્પદ દર્દી જોવા મળે છે, અમે તેમના સેમ્પલ આરટીપીસીઆર તપાસ માટે મોકલીએ છીએ.
- Advertisement -
દર્દીઓને મળશે નિ:શુલ્ક દવાઓ
મંત્રાલયે કહ્યુ કે ઓસેલ્ટામિવિર ઠઇંઘ દ્વારા ભલામણ કરેલ દવા છે. આ દવા સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીના માધ્યમથી નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારે વ્યાપક પહોંચ અને ઉપલબ્ધતા માટે ફેબ્રુઆરી 2017માં દવા અને કોસ્મેટિક અધિનિયમની યાદી એચ1 હેઠળ ઓસેલ્ટામિવિરના વેચાણની પરવાનગી આપે છે.