મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના આદ્ય સ્થાપક લાભુભાઈ ત્રિવેદીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે બાલભવન ખાતે ‘મેરા ટેલેન્ટ મેરી પહેચાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘મેરા ટેલેન્ટ મેરી પહેચાન’ અંતર્ગત ‘વિશેષ ટેલેન્ટ સ્પર્ધા’ યોજાઈ હતી.
- Advertisement -
ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ વિશેષ ટેલેન્ટ સ્પર્ધા અંતર્ગત ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિશેષ ટેલેન્ટ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક પરમાર સુમિત, દ્વિતીય ક્રમાંક પાટડીયા ભક્તિ, તૃતિય ક્રમાંક દેવનાથ દિવ્યા, પ્રોત્સાહન ઈનામ પરસ રામાણી હર્ષ, માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક ચૌહાણ ઈશા, દ્વિતીય ક્રમાંક પરમાર ભાર્ગવ, તૃતિય ક્રમાંક સુનાર ધીરેન, પ્રોત્સાહન ઈનામ શ્ર્વેતા પ્રસાદ, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક ઠાકર શુભમ, દ્વિતીય ક્રમાંક ચુડાસમા કોમલબા, તૃતિય ક્રમાંક ચંદારાણા રાગીણી, કોલેજ વિભાગમાં પ્રથમ ક્રમાંક રાણવા પાયલ, દ્વિતીય ક્રમાંક ચુડાસમા યશ, તૃતિય ક્રમાંક દુધરેજિયા પારસ તથા સ્ટાફ વિભાગમાં આજુમાબેન મકરાણી પ્રોત્સાહન ઈનામ આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
વિશેષ ટેલેન્ટ સ્પર્ધામાં મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવિધ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળા તથા કોલેજના પ્રિન્સિપાલ ડો. યજ્ઞેશભાઈ જોષી, ડો. પ્રીતિબેન ગણાત્રા, ડો. અજિતાબેન જાની, ડો. નિલુબેન લાલચંદાણી, તૃપ્તિબેન જોષી, ભારતીબેન નથવાણી, વિનોદભાઈ ગજેરા, મયુરીબેન ચુડાસમા, હેતલબેન રાણા, ભાવનાબેન જોષી, બિંદીયાબેન મહેતા, ડો. લીનાબેન કારીયા, ડો. શૈલેષભાઈ સોજીત્રા, હરિકૃષ્ણ પંડ્યા, કૃપાલીબેન મકવાણા, બીનાબેન જોષી વિગેરેએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.