દરગાહ શરીફ ખાતે ચાદર પેશ કરી ઉપસ્થિત મહેમાનોએ દુઆ એ ખૈર કરી હતી
રાજકોટના શહેનશાહ અને કોમી એકતાના પ્રતિક હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ખાતે દરગાહ શરીફ ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ડો. રાજદીપસીંહ જાડેજાનો વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ વિશિષ્ટ સન્માનની સાથે મીડિયાક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવનાર ખાસ ખબર ન્યૂઝના પરેશભાઇ ડોડીયા અને ધર્મેશભાઇ જોષી (જે.ડી.), કોંગ્રેસના કાર્યકર મુકુંદભાઇ ટાંકનું પણ દરગાહ શરીફ ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત તમામ મહેમાનો એ દરગાહ શરીફ ખાતે ચાદર પેશ કરી હતી અને દરગાહ શરીફના ખાદીમે દુઆ એ ખૈર (પ્રાથના) કરી હતી. દરગાહ શરીફ ટ્રસ્ટના વિશિષ્ટ સન્માન સમારોહમાં ગોપાલભાઈ ત્રિવેદી, રજનીભાઇ વાઠેર, દિલીપભાઈ નથવાણી, તુષારભાઇ, કિશોરભાઈ નકુમ, માહીનભાઇ ભાણુ, દિલાવરભાઈ જુણાચ, સલમાનભાઇ ભાણુ સહિતના હિંદુ મુસ્લિમ ભાઈઓ બહોળી સંખ્યામાં ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ મહેમાનોના સન્માન સતકાર માટે હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ યુસુફભાઈ દલના નેતૃત્વ હેઠળ તૈયબભાઇ ભાણુ, સજરુદીનભાઇ બાદી, અહેસાનભાઇ ચૌહાણ, અનવરભાઇ ચાનીયા, ફીરોજખાન પઠાણ ઉમરભભાઇ સોરા, અશરફખાન પઠાણ (નિ.પી.એસ.આઇ) વકાર બ્લોચ સકલૈની વગેરેએ જહેમત ઉઠાવી હતી.