કેનેડાએ તાનાશાહ એડોલ્ફ હિટલરની સેનામાં ફરજ બજાવનારનું સન્માન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
ખાલિસ્તાની સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર સવાલો ઉઠાવનાર કેનેડા ફરી એકવાર એવા કારણોસર સમાચારમાં આવી ગયું છે કે, તેને અનેક સવાલોનો સામનો કરવો પડી શકે છે. આ વખતે કેનેડાએ તાનાશાહ એડોલ્ફ હિટલરની સેનામાં ફરજ બજાવતા નાઝી અને યુદ્ધ અપરાધી 98 વર્ષીય યારોસ્લાવ હુંકાને સન્માનિત કર્યા છે. કેનેડાની સંસદમાં સાંસદોએ ઉભા થઈને નાઝી તરફી સૈનિકના સન્માનમાં તાળીઓ પાડી હતી.
- Advertisement -
આ ઘટના સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ ત્યાં હાજર હતા. કેનેડાની સંસદમાં માહિતી આપવામાં આવી હતી કે, બીજા વિશ્ર્વ યુદ્ધમાં ભાગ લેનાર આ સૈનિક રશિયા સામે લડ્યો હતો, ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝાલેન્સકીએ તેમના સન્માનમાં ઉભા થઈને તાળીઓ પાડી હતી. તમે પણ આ વીડિયો જોઈ શકો છો.
યારોસ્લાવ હુંકા યુક્રેનના હીરો તરીકે કેનેડાની સંસદમાં રજૂ કરવામાં આવ્યા. જો કે, કેનેડિયન યહૂદી માનવાધિકાર જૂથ દ્વારા જાણ કરવામાં આવી હતી કે યારોસ્લાવ હુંકા યહૂદી સમુદાય સામે લડ્યા હતા. આ માહિતી સામે આવ્યા બાદ કેનેડાના હાઉસ ઓફ કોમન્સના સ્પીકરે કેનેડાની સંસદ સમક્ષ માફી માંગી હતી.
તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલિન્સ્કીએ પણ કહ્યું કે જ્યારે મને યારોસ્લાવ હુંકા વિશે સંપૂર્ણ માહિતી મળી, ત્યારે મને પણ મારા નિર્ણય પર પસ્તાવો થઈ રહ્યો છે. એક તરફ, આ મુદ્દાને લઈને યુક્રેન અને કેનેડાને યહૂદી સમુદાય પર ઘેરવામાં આવી શકે છે. તે જ સમયે, વૈશ્ર્વિક મંચ પર કેનેડાનું પણ ઘણું અપમાન થઈ રહ્યું છે.