જૈન અગ્રણીએ ફરિયાદ નોંધાવતા એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ચૌધરી ચોકમાં આવેલ મણિયાર દેરાસરમાં બે દિવસ પૂર્વે ત્રાટકેલા તસ્કરે દાનપેટી તોડી રોકડની ચોરી કરતા જૈન સંપ્રદાયમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો દરમિયાન જૈન અગ્રણીએ મંદિરમાંથી બે હજારની થયેલી ચોરી અંગે પ્રનગરમાં ફરિયાદ નોંધાવતા એલસીબીની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી નાખી તસ્કરને દબોચી લીધો છે.
- Advertisement -
રાજકોટની ચાણક્ય બિલ્ડીંગમાં રહેતા જૈન અગ્રણી કિરીટભાઈ રહેચંદભાઈ સંઘવી ઉ. 72એ અજાણ્યા તસ્કર સામે મણિયાર દેરાસરમાં રાખેલ દાનપેટી ચોરી બે હજારની રોકડની ચોરી થયાની પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દેરાસરમાં ચોરી થતા જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ત્વરિત આરોપીને પકડી કડક સજા કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી.
દરમિયમ એલસીબી ઝોન 2ના એએસઆઈ જયંતીભાઈ ગોહિલને મળેલી બાતમી આધારે દેરાસરમાં હાથફેરો કરનાર ઘંટેશ્વર 25 વારીયામાં રહેતા સાગર દિલુભાઈ કરસંગીયા ઉ. 30ની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે સાગર જુના કપડાં વેચવાનો ધંધો કરે છે પોલીસે તેની પાસેથી 2360 રોકડા કબ્જે કર્યા છે.



