સદ્નસીબે જાનહાની ટળી
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રાવલફળી વિસ્તાર આવેલ વર્ષોથી બંધ પડેલ એક જર્જરિત ઈમારતનો મોટો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો જોકે સદનસીબે બનાવ સમયે કોઈ માણસ કે પશુ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
- Advertisement -
રહેણાંક વિસ્તારમાં અચાનક સ્લેબ પડતા આસપાસના લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો અને બનાવની જાણ થતા હળવદ પોલીસ અને પાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તથા આસપાસના વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
ઘટના બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં આ ઈમારત વર્ષો જુની છે અને અગાઉ પાલિકામાં અનેક વખત રજૂઆત કરી ઈમારતને નોટીસ આપી તાત્કાલિક જર્જરિત ભાગ અથવા આખી ઈમારત દુર કરવામાં આવે તેવી માંગણી કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા નથી ત્યારે આજે અચાનક આ ઈમારત પડવા સમયે કોઈ હાજર ન હોવાથી જાન હાની થઈ ન હતી પરંતુ જો બનાવ સમયે કોઈ નીચે હોત અને તેને જીવ ગુમાવવો પડ્યો હોત અથવા ઈજા પહોંચી હોત તો તેના માટે કોણ જવાબદારી લેત તેવા પણ સવાલો કર્યા છે.