ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે ફિલ્મ ઓફ ટ્રેક
માનસિક તણાવ અને હતાશાને લીધે આત્મહત્યા તરફી વલણને મુર્ખતાપૂર્ણ સાબિત કરતી ફિલ્મ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં ઇંગ્લેન્ડના લિફ્ટ ઓફ ગ્લોબલ નેટવર્ક, પાઈનવુડ સ્ટુડિયોના લીફ્ટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ અને શોકેસના ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકર સેશનમાં સ્ક્રીનીંગ માટે એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનના એમ.જે.એમ.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા તણાવ અને હતાશાને કારમએ ઉભઆ થતા આત્મહત્યાન તરફી વલણને મૂર્ખતાપૂર્ણ સાબિત કરતી આ ફિલ્મ ભારતના આત્મહત્ય્ના વધતા આંકડાઓ સામે લાલબત્તી ધરે છે.
લીફ્ટ ઓફ સેશન્સ એક ઓનલાઈન શોકેસ છે. જે ફિલ્મોને વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો સુધી પહોંચાડવના ઉદેશ સાથે વૈશ્વિક સ્તરે સબમીટ થયેલી ફિલ્મોનું સ્ક્રીનીંગ કરે છે. ફેસ્ટીવલનો પ્રથમ રાઉન્ડ ઓનલાઈન છે. જેમાં દરેક સેશનની ટોચની પાંચ ફિલ્મો જાહેર જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે. બીજો રાઉન્ડ આંતરીક છે જ્યાં નિર્ણાયકો પસંદ થયેલી પાંચ ફિલ્મોમાંથી વિજેતા નક્કી કરશે. વિજેતા થનારને લિફ્ટ ઓફ ફેસ્ટિવલનું સભ્યપદ પ્રાપ્ત થશે અને તે ફિલ્મ પાઈનવુડ સ્ટુડિયો યુ.કે. અને રેલે સ્ટુડિયો હોલીવુડ ખાતે લાઈવ સ્ક્રીનીંગની તક મેળવશે.
- Advertisement -
ફેસ્ટિવલ બે અઠવાડિયા ચાલશે પરંતુ દર્શકો 1 મહિના સુધી ફિલ્મો જોઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શ્રોટ ફિલ્મનું સંપૂર્ણ નિર્માણ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. આ શોર્ટ ફિલ્મ યુ.કે.ના ફિલ્મ ફેસ્ટિવલ ઉપરાંત વિશ્વભરના 30 જેટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મોકલવામાં આવશે.


