આર્થિક વ્યવહાર પારદર્શી બનાવવા ખાતું ખોલાયું
ખાસ-ખબર સંવાદદાતા
રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ અવસર પર થનારા ખર્ચને પારદર્શી બનાવવા માટેની વ્યવસ્થા નિશ્ચિત કરી છે. તેના માટે ટ્રસ્ટે અલગથી એક બેન્ક ખાતુ ખોલ્યું છે. આ ખાતુ ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)ની અયોધ્યા શાખામાં ખોલાયું છે. માનવામાં આવે છે કે, આ ખાતાથી ઉત્સવમાં થનારા ખર્ચનું પેમેન્ટ કરવામાં આવશે. તાજેતરમાં ટ્રસ્ટે વિદેશથી આવતા દાન માટે નવી દિલ્હી સ્થિત એસબીઆઈની સંસદ માર્ગ મુખ્ય શાખામાં ખાતુ ખોલ્યુ હતું. તેમાં વિદેશથી આવતા દાનની રકમ જમા થવા લાગી છે. આ રકમના ઉપયોગ માટે ટ્રસ્ટે એક વધુ ખાતુ ખોલ્યું છે. આ ખાતામાંથી રકમનો ખર્ચ કરવામાં આવશે.