– આપણે ત્યાં બાળકો રમકડાંની પિસ્તોલથી રમતા હોય છે ત્યારે… : નિશાન ચૂકી જતા ટીચર બચી ગયા
– ગોળીબાર બાદ બાળક રડવા લાગ્યો: પોલીસે બાળકને કસ્ટડીમાં લીધો
- Advertisement -
આપણે ત્યાં 6 વર્ષનો બાળક રમકડાંની પિસ્તોલથી રમતો હોય છે પણ અમેરિકામાં એક 6 વર્ષના બાળકે સાચી પિસ્તોલથી તેની ટીચર પર ફાયરીંગ કર્યાની સનસનીખેજ ઘટના બની છે! જોકે આ ફાયરીંગથી ટીચર બચી ગયા હતા. અમેરિકામાં ગન કલ્ચર છે એટલે અહી નાગરિકોને ગન રાખવાનો અધિકાર છે
પણ આ ગન જયારે બાળકોના હાથમાં આવી જાય ત્યારે ઉપરોક્ત ઘટના જેવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના સર્જીનિયાના ન્યુપોર્ટ ન્યુઝ વિસ્તારમાં આવેલ હિચનેક એલિમેન્ટરી સ્કુલમાં શુક્રવારે બની હતી. જેમં એક માત્ર 6 વર્ષના બાળકે તેના ટીચર પર ફાયરીંગ કર્યું હતું. જો કે સદનસીબે ટિચરને કોઈ નુકસાન નથી થયું.
US: Six-year-old boy in custody for shooting teacher at elementary school in Virginia
- Advertisement -
Read @ANI Story | https://t.co/L8hKX0My83#USA #school #shooting #Virginia pic.twitter.com/nZ0d9CiIsn
— ANI Digital (@ani_digital) January 7, 2023
બાદમાં પોલીસે બાળકને કસ્ટડીમાં લીધો હતો. ફાયરીંગ બાદ અફડાતફડી મચતા ગોળીબાર કરનાર બાળક રડવા લાગ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ કોઈ આકસ્મિક ઘટના નહોતી. શિક્ષિકા અને બાળક વચ્ચે બોલાચાલી થઈ હતી. છાત્ર પાસે પિસ્તોલ હતી અને તેનાથી ફાયરીંગ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં અન્ય કોઈ સામેલ નથી.