સરદાર પટેલ સોશિયલ ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
6 ફેબ્રુઆરીએ લોકસાંસ્કૃતિક ડાયરો’, 8 ફેબ્રુઆરીએ ચોથો સમૂહલગ્નોત્સવ
- Advertisement -
બપોરે 3થી રાત્રે 9 વાગ્યા સુધી લગ્ન મંડપ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
સંતો, મહંતો, મહાનુભાવો અને દાતાઓ હાજર રહી નવદંપતીને આશીર્વચન પાઠવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
6 ફેબ્રુઆરીના રોજ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ગોંડલ દ્વારા “પ્રેમરસ ડાયરો” અને 8 ફેબ્રુઆરીના રોજ ચોથો સમૂહલગ્ન ’પ્રેમનું પાનેતર’ ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. તેમાં 31 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા ભવ્યતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ સમૂહ લગ્નનું આયોજન શાહી ઠાઠમાઠથી કરવામાં આવી રહ્યું છે. આ સમુહલગ્નમાં સમગ્ર ગુજરાતના દાતાઓ, સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ સમગ્ર ગોંડલ શહેર અને તાલુકામાંથી સૌ જ્ઞાતિબંધુઓ તેમજ દરેક સમાજના આગેવાનો ને આમંત્રણ અપાયા છે. આ સમુહલગ્નને સફળ બનાવવામાં આ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ બટુકભાઈ ઠુંમર, ગિરધરભાઈ વેકરીયા, લાલજીભાઈ તળાવીયા, જીગરભાઈ સાટોડીયા, શૈલેષભાઈ વેકરીયા, અલ્પેશભાઈ ઉધાડ, દિવ્યેશભાઈ લીલા, દીપકભાઈ ધોણીયા, કમલેશભાઈ ખુટ, રમેશભાઈ સોરઠીયા, ખોડલભાઈ વેકરીયા, કિશોરભાઈ ભાલાળા, ગોપાલભાઈ સખીયા, મનહરભાઈ વિરડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ વિવિધ લેઉવા પટેલ સમાજના વિવિધ ગ્રૂપો આ સમુહલગ્નમાં સેવા આપશે. આ કાર્યક્રમનું સ્થળ રોયલ સીટી, નાગળકા રોડ, ગોંડલ ખાતે નિર્ધારિત કરવામાં આવ્યુ છે. 6 ફેબ્રુઆરીના રોજ પ્રેમરસ ડાયરોમાં રાજભા ગઢવી (લોકસાહિત્યકાર), નિરંજન ભાઈ પંડ્યા (ભજનીક કલાકાર), પલ્લવીબેન પટેલ (ગાયક કલાકાર) જેવા કલાકારો પોતાની કલા પીરસશે. આ ડાયરામાં જે પણ રકમ એકત્ર થશે તેનો સંપૂર્ણ ઉપયોગ દીકરીઓના લગ્ન પ્રસંગે કરવામાં આવશે
સમૂહ લગ્નમાં દીકરીઓને આપવામાં આવતા કરિયાવરમાં કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે. નવ દંપત્તિ માટે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ કરિયાવરમાં આવરી લેવામાં આવી છે કરિયાવરમાં 100 થી વધુ વસ્તુઓ આપવામાં અપાશે. આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન લગ્ન મંડપ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ બપોરના 03:00 કલાકથી સાંજના 09:00 કલાક દરમ્યાન રાખવામાં આવેલ છે.
અત્યાર સુધીમાં સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા વર્ષ 2023, 2024 અને 2025 માં 31 દીકરીઓના વિવાહ કરવામાં આવ્યા હતા. 2024 અને 2025 માં વિદ્યાર્થી સન્માન સમારોહમાં લેઉવા પટેલના 1,000 થી પણ વધારે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ આ પ્રેમરસ ડાયરા માં અને ભવ્યાતિભવ્ય શાહી સમુહલગ્નોત્સવ માં ઉપસ્થિત રહેવા સૌ જ્ઞાતિબંધુઓ તેમજ વિવિધ સમાજના સૌ આગેવાનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપે છે.



