ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં વોર્ડ નંબર 8માં રૂપિયા 48 લાખનાં ખર્ચે રોડ બનશે. જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઇ જોષીની ગ્રાન્ટમાંથી જૂનાગઢ મહાનગર પાલીકાનાં વોર્ડ નંબર 8માં રૂપિયા 48 લાખનાં ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે. આ રોડનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ આ વિસ્તારમાં રોડનાં કામનો પ્રારંભ થયો છે. તેમજ વોર્ડ નંબર 13માં રૂપિયા પાંચ લાખનાં ખર્ચે આંબેડકર ભવન બનાવવામાં આવશે અને આ કામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.