રાજકોટ RTOદ્વારા 150થી વધુ વિધાર્થીઓને માહિતગાર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સાપર ખાતે ફિલ્ડમાર્શલ હાઈસ્કૂલ માં રોડ સેફટી તેમજ ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ છઝઘ અધિકારી કેતન ખપેડ દ્વારા આશરે 150 જેટલાં વિદ્યાર્થીઓને લાઇસન્સ કઈ રીતે મેળવવું, વાહનની કઈ રીતે નોંધણી કરાવવી, વાહન હંકારતી વખતે સુ તકેદારી રાખવી, હેલ્મેટ અને શીટબેલ્ટ, રસ્તો કઈ રીતે ઓળંગવો, ગુડ સેમેરિટર્ન બાબત, હિટ અને રન,લાઇસન્સ વગર વાહન ચલાવવાથી થતા કયદાકી દંડ સંહિતાની માહિતી આપી હતી.
- Advertisement -
આજે દેશમાં માર્ગોપર ટ્રાફિક સમસ્યા સાથે માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભારતની ભાવી પેઢીને ટ્રાફિકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન થકી સચોટ માહિતિથી અવગત કરાવી આગામી દિવસોમાં સમસ્યા હળવી કરવા માટે એક શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો તેમજ વાહન ડ્રાઈવ સમયે જરૂરી અને પાલન કરવા માટે અનિવાર્ય નિયમોની રસપ્રદ માહિતી છઝઘ અધિકારીઓએ આપી હતી.