રૂડા દ્વારા નેશનલ હાઇવેથી સ્ટેટ હાઇવેને જોડતા રોડને મંજૂરી બદલ ઈખનો આભાર: પ્રવિણાબેન રંગાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વિકાસની ગતિ પકડી રહી છે. ત્યારે પ્રજાજનોની સુખાકારી માટે વિવિધ વિકાસલક્ષી નિર્ણયો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારના વિકાસ કાર્યો અને લોક કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને કોઈપણ માનવી રોડ-રસ્તા સાથેની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે તે દિશામાં કામ કરી રહી છે અને જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાર્થક કરી રહી છે, ત્યારે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)દ્વારા રૂ.1100 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે થી કુવાડવા-સરધાર સ્ટેટ હાઇવેને જોડતા રોડને મંજૂર કરવામાં આવ્યો છે. 30 મિટર પહોળાઈના આ નેશનલ હાઇવેથી સ્ટેટ હાઇવેને જોડતો રોડ આજુબાજુના 50થી વધુ ગામોના લોકોને ખૂબ જ લાભદાયી થશે. નજીકમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ આજુબાજુમાં ઘણા બધા ઇન્ડ્રસ્ટ્રીયલ યુનિટો આવેલા હોવાથી આ વિસ્તારના લોકોને ટૂંક સમયમાં ખૂબ સારું ડેવલોપમેન્ટ મળશે. આજુ બાજુના ઉદ્યોગો, ખેડૂતો ગ્રામજનોને આ રોડની કનેક્ટિવિટી થતા ખૂબ ફાયદાઓ મળશે. સાથોસાથ અમદાવાદથી સરધાર, આટકોટ અને અમરેલી તરફ જતા રાહદારીઓએ કુવાડવા ગામની અંદર એન્ટ્રી ન લેતા ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત થશે. આ રોડ નિર્માણ થતા સરધાર, આટકોટ અને અમરેલીનો ટ્રાફિક સીધો જ રાજકોટને સ્પર્શ થયા વગર અમદાવાદ હાઈવે તરફ વળી જશે. આગામી દિવસોમાં અમદાવાદ રોડથી કુવાડવા સરધાર સ્ટેટ હાઇવેને જોડતા આ રોડ બનવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને વાહન વ્યવહારની સુવિધામાં વધારો થશે. ત્યારે આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકાર, પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, સંસદસભ્યો, ધારાસભ્યો અને સંગઠનના હોદેદારોનો આભાર વ્યક્ત કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી.