ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચોક્સી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં જિલ્લા પોલીસ વિભાગ તથા વેરાવળ શહેર પોલીસ વિભાગ અંતર્ગત એનએસએસ યુનિટના બહેનો માટે રાયફલ શૂટિંગ ટ્રેનીંગ પ્રોગ્રામનું પંદર દિવસ માટે આયોજન કરવામાં આવેલ જેનો સમાપન સમારોહ યોજાયો હતો.સાથો સાથ આઝાદીના અમૃત મહોત્સવ તેમજ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના ઈનામ વિતરણ કરાયા હતા.ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રોગ્રામ ઓફિસર ડો.એ.એમ.ચોચા દ્વારા કરવામાં આવેલ, તેમજ પ્રિન્સિપાલ એમ.ડી.ઝોરા, પ્રતિકભાઈ ઝોરા, ખુમાણ સાહેબ દ્રારા પ્રસંગોચિત ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. મારૂ માલીબેન તથા કાદરી તરન્નુમ દ્રારા રાયફળ શૂટિંગ અંગે પ્રતિભાવ અભિવ્યક્ત કરાયા હતા. મહેમાનો સમક્ષ રાયફલ શૂટિંગ અંગેનો ડેમો હઇ કરુણા,અપારનાથી નંદિની, ફોફંડી દિયા અને કુહાડા પ્રીતિ દ્રારા આપવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહેમાનો તથા સ્ટાફના હસ્તે આઝાદીના અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ – શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર 42 વિધાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ.
વેરાવળ ચોક્સી કોલેજમાં રાયફલ શૂટિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ કાર્યક્રમ યોજયો



