ખાસ-ખબર સંવાદદાતા
ઉના ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ ગાંગડા ગામ પાસે પુલ પર ટ્રક ચાલકની પાછળ રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા ધડાકાભેર અથડાઈ હતી. આ અક્સ્માતમાં રીક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ઈમરજન્સી 108માં ઉના ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ વેરાવળ રહેતા અને છકડો રિક્ષા ચલાવતા ફારૂકભાઈ પોતાનો છકડોમાં માલસામાન મુકી પરત વેરાવળ જતાં હતાં ત્યારે ઉનાના ગાંગડા ગામ પાસે આવેલ પુલ પર ઉના તરફ઼ આવતો ટ્રક ચાલકની પાછળના ભાગે રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાતાં અક્સ્માત સર્જાયો હતો. જેમા રીક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
ગાંગડા ગામે છકડો રિક્ષા ટ્રક પાછળ અથડાતાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા



