વરસાદનાં વિઘ્ન બાદ ભારતે બાંગ્લાદેશની સામે ભવ્ય જીત મેળવી છે. 16 ઓવરનાં મેચમાં ઉપરા-ઉપરી વિકેટો લઇને ભારતે મેચ પોતાના હાથમાં લીધી છે. 5 રનથી ભારતે આ કપરી જીત બાંગ્લાદેશ સામે મેળવી છે જેના બાદ ભારતીયોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
વરસાદી વિઘ્ન બાદ મેચ ફરી શરૂ થઇ હતી. જેમાં ભારતે બાંગ્લાદેશ સામે વિજય પ્રાપ્ત કર્યો છે. ભારતે 185 રન બનાવ્યા હતા જેમાં 4 ઓવર ઘટાડીને 16 ઓવરની મેચ કરી દેતાં લક્ષ્ય પણ ઘટીને 151 રન થયો. બોલર અર્ષદિપે જોરદાર ઓવર રમતાં ભારતે 5 રનથી દમદાર જીત મેળવી છે. ભારતે 6 વિકેટો પોતાના નામ કરી અને ભવ્ય વિજય મેળવ્યો છે.
- Advertisement -
T20 WC 2022. India Won by 5 Run(s) (D/L Method) https://t.co/Tspn2vFKCq #INDvBAN #T20WorldCup
— BCCI (@BCCI) November 2, 2022
- Advertisement -
5:27 pm વરસાદે બાંગ્લાદેશની હાલત બગાડી
વરસાદ પછી મેચનો રંગ આખો બદલાઇ ગયો છે. ભારતે ફરી એક વિકેટ લેતાં કુલ 6 વિકેટ પોતાને નામ કરી છે.
પહેલી વિકેટ – 68 (લિટન દાસ)
બીજી વિકેટ – 84 (નઝમુલ હસન)
ત્રીજી વિકેટ- 99 (આફિફ હુસૈન)
ચોથી વિકેટ- 100 (શાકિબ અલ હસન)
પાંચમી વિકેટ- 102 (યાસિર અલી)
છઠ્ઠી વિકેટ – 108 (મુસદ્દક હુસૈન)
.@arshdeepsinghh scalped 2⃣ wickets & was our top performer from the second innings of the #INDvBAN #T20WorldCup match. 👍 👍 #TeamIndia
Here's a summary of his bowling display 👇 pic.twitter.com/Dig571utpd
— BCCI (@BCCI) November 2, 2022