જન્માષ્ટમીના તહેવારને લઈને સામા કાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પર આવેલા મયુરનગર શેરી નં. 1માં બાલકૃષ્ણ ગ્રુપ દ્વારા આબેહુબ સાળંગપુર કષ્ટભંજનની થર્મોકોલના ઉપયોગથી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જે આકર્ષણનું કેન્દ્ર બની છે.
છેલ્લા બે મહિનાથી બાલકૃષ્ણ ગ્રુપના 25 સભ્યો દ્વારા આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. થર્મોકોલ, જુદા જુદા રંગો અને પ્લસ્ટિક લાઈટો, ઈલેકટ્રોનિક વાયરીંગ વગેરેનો ઉપયોગ કરી આબેહુબ સાળંગપુરના કષ્ટભંજનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ કષ્ટભંજનના દર્શન સાતમ-આઠમ અને નોમ સુધી ખુલ્લા રખાશે.