ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરના વાવડી ખાતે આવેલ શક્તિપીઠમાં બગલામુખી દેવી ભટ્ટના સાનિધ્યમાં વિશ્વશાંતિ વિશ્વકલ્યાણ થતા અતિ દિવ્યાંગ બાળકો તેમજ જગતના તાત ખેડૂતો સહીત તમામ માં ભક્તોના કલ્યાણ અર્થે નવલા નોરતામાં કળશ પૂજન, ધટ સ્થાપના, જ્યોત પૂજન, વિશ્વશાંતિ હવન અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકોના હસ્તે ખાસ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું જેમાં માં બગલામુખી શક્તિ પીઠના ગાયત્રી દેવીજીના અધ્યક્ષ સ્થાને તેમજ પરમ ભક્ત રાજનીતિ સંપ્રદાયના પ્રચારક ગુરુજી રાધુનાથ એમૂલ ગુરુજી મહારાષ્ટ્ર ,રાજુભાઈ ઓસવાલજી, ખેતી બેન્ક ચેરમેન ડોલરભાઈ કોટેચા, અન્નતાકોણે, ઉદ્યોગ પતિ દીપકભાઈ પટેલ, ભાવનગરના યુવરાજ જયરાજસિંહજી ગોહેલ, ઉદ્યોગ પતિ અશોક વિડલાજી,હસમુખ અગ્રવાલજી, જાનીજી, શ્રી જાલન સાહેબ. પૂજાદીદીજી તેમજ મેંદરડા દિવ્યાંગ સંસ્થાના દીપકભાઈ બલદાણીયા તેમજ વિસાવદરના જીતુપરી (ભોલે નાથા ) ખાસ ઉપસ્થિત રહિયા હતા.