ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં ફુગાવો અપેક્ષાથી ઓછો ત્રણ ટકા આવતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારાના સાઈકલને બ્રેક લાગવાની અપેક્ષામાં સપ્તાહ દરમિયાન સોનામાં મજબૂતી સાથે ચાંદીમાં સપ્તાહના અંતે વિશ્વ બજાર પાછળ આવેલો ઉછાળો આજે ટ્રેડરોના પ્રોફિટ બુકિંગે અટકતો જોવાયો હતો.
વૈશ્વિક આર્થિક મંદીના સમાચાર અને ઘણા દેશોમાં અન્ન ફુગાવો-મોંઘવારી કાબૂ બહાર જતાં નાઈજીરીયાએ કટોકટી જાહેર કરવાની પડેલી ફરજ અને લીબિયામાં પુરવઠો ખોરવાયાના સમાચાર વચ્ચે આજે ટ્રેડરોએ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ કર્યા સાથે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલમાં તેજીને બ્રેક લાગી હતી ડોલર ઈન્ડેક્સ પણ 15 મહિનાની નીચી સપાટીથી રિકવર થતાં સોનામાં પીછેહઠ જોવાઈ હતી. જ્યારે ચાંદીમાં વિશ્વ બજારમાં ભાવ વધુ મજબૂત થતાં તેજી આગળ વધી હતી.