વેરા વસૂલાત શાખા દ્વારા 39 મિલ્કતોને ટાંચ-જપ્તીની નોટિસ ફટકારાઈ: રૂા. 55.58 લાખની રિકવરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રીકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 24 – મિલ્કતો સીલ, 39 – મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ અને રૂા. 55.58 લાખની રીકવરી કરવામાં આવી હતી. વોર્ડ નં-5 નવાગામ મેઈન રોડ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 62,541, કોહિનુર ઈન્ડસ્ટ્રીઝ એરીયા 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 62,715 રીકવરી તેમજ વોર્ડ નં-6 દુધસાગર રોડ પર 1-યુનિટને, જલગંગા ચોક 2-યુનિટને, દિનદયાલ-5 માં 1-યુનિટને, રામેશ્ર્વર પાર્ક 1-યુનિટને નોટીસની બજવણી કરી હતી તેમજ વોર્ડ નં-7 ગોંડલ રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 9,855, ભક્તિનગર સ્ટેશન પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 6,481, કનક રોડ પર 2-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 6.02લાખ, ભક્તિનગર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 1.00 લાખની રીકવરી કરવામાં આવી હતી તેમજ વોર્ડ નં-8માં કાલાવડ રોડ 1- યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 1.93 લાખ, 150 ફીટ રીંગ રોડ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 58,600, રૈયા રોડ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 70,293, 150ફીટ રીંગ રોડ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 63,050ની રીકવરી કરવામાં આવી હતી તેમજ વોર્ડ નં-12માં બાપા સીતારામ ચોક 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 38,060, મવડી મેઈન રોડ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 26,510, 80 ફીટ રીંગ રોડ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 93,374, 150 ફીટ રીંગ રોડ પર 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 1.92લાખ, વાવડી વિસ્તાર પર 2-યુનિટની પાર્ટ પેમેન્ટ રૂા. 1.02 લાખ, વાવડી ઈન્ડસ્ટ્રીઝ એરીયા 4-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 1.97 લાખ, વાવડી રોડ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 1.00 લાખની રીકવરી કરવામાં આવી હતી.