સોશિયલ મીડિયા સ્ટાર ગુરુ અને પારુની ‘ખાસ-ખબર’ સાથે મુલાકાત
પૈસાના અભાવે ન ભણી શકનાર વિદ્યાર્થીઓને ભણાવવાનો ગુરુ અને પારુનો ધ્યેય
- Advertisement -
આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ધો.10 સુધી જ અભ્યાસ કર્યો
3 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર કોમેડી વીડિયો બનાવી મૂકવાના શરૂ કર્યા, આજે સોશિયલ મીડિયાના સેલિબ્રિટી કપલ
અહેવાલ : અંકિત ચાવડા
સોશિયલ મીડિયા યૂઝર્સ ભાગ્યે જ ગુરુ અને પારુને નહીં ઓળખતા હોય. ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ યૂઝર્સ ગુરુભાઈ અને પારુબેનને બખૂબી ઓળખે છે, આ પ્યારા પતિ-પત્નીની જોડીના સોશિયલ મીડિયામાં બહુ બધા ચાહકો છે. ગુરુ અને પારુની રિલ્સ સોશિયલ મીડિયાના મોટાભાગના પ્લેટફોર્મ પર ટ્રેન્ડમાં હોય છે. લગભગ સૌ કોઈ જ ગુરુ અને પારુની રિલ્સ જોઈ પેટ પકડી હસ્યાં જ હશે તો કેટલાંકે ગુરુ અને પારુની રિલ્સ પર ખુદની રિલ્સ પણ બનાવી હશે. ગુરુ અને પારુ સોશિયલ મીડિયાના સ્ટાર્સ છે, સેલિબ્રિટી છે, મનગમતા અને મનોરંજકકર્તા કયૂટ કપલ્સ છે. નાની અમથી પરંતુ રમૂજી રિલ્સ બનાવી સોશિયલ મીડિયા યૂઝર્સનું એન્ટરટેઇનમેન્ટ કરતા ગુરુભાઈ અને પારુ બેન ગતરોજ રાજકોટ પધાર્યા હતા ત્યારે તેમણે ખાસ-ખબર સાથે કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. ગુરુભાઈએ ખાસ ખબર સાથે પોતાની અંગત વાતો પણ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ સફળતાનો શ્રેય મારી પત્ની પારુને જાય છે કારણ કે, તેને આ વીડિયો બનાવવાનો શોખ હતો. જ્યારે બિઝનેસ મશીનરી એક્સપોર્ટનો હતો. તેનો મોબાઈલ ખરાબ થયો ત્યારબાદ તેમણે મારા મોબાઈલમાં એપ નાખી વીડિયો બનાવવાનું શરૂ કર્યું ત્યાર પછી હું તેના રંગે રંગાયો. ત્યારબાદ મે મારો બિઝનેસ નાનાભાઈને સોંપીને ફક્ત વીડિયો જ બનાવું છું પ્રથમ વખત જ્યારે વીડિયો બનાવ્યો ત્યારે બહુ ઓછી લાઈક હતી પછી ધીમે ધીમે વધવા લાગી. એક મહિના બાદ મારો જ વીડિયો મારા મોબાઈલમાં આવ્યો. લોકોએ અમને ખૂબ જ પ્રેમ આપ્યો છે. 3 વર્ષથી અમે આ વીડિયો બનાવી લોકોને હસાવીએ છીએ. જ્યારે મારો શોખ લખવાનો હતો. પરંતુ કેટલીક જવાબદારીના લીધે હું તે પૂરો ન કરી શક્યો. વિસ્તૃત મુલાકાત ખાસ ખબર ચેનલ પર જોઈ શકાશે.
- Advertisement -
વિદ્યાર્થીઓને ટ્યૂશનની જરૂર ન પડે તેવો સોફ્ટવેર તૈયાર કરીએ છીએ
ગુરુભાઈએ જણાવ્યું હતું કે, હું જ્યારે ધો.10 પછી વધુ અભ્યાસ ન કરી શક્યો. આર્થિક પરિસ્થિતિના લીધે મારૂં ભણતર અધુરૂં રહ્યું પરંતુ અન્યને આ પરિસ્થિતિ ન ભોગવવી પડે તે માટે અમે એક એવો સોફ્ટવેર તૈયાર કરીએ છીએ. જેમાં તમામ વિષયને આવરી લેવાશે તેના 2ડી, 3ડીમાં વીડિયોને બનાવાશે જે નજીવાદરે અથવા ફ્રીમાં બતાવવામાં આવશે. જેના લીધે કોઈનું ભણતર અધુરૂં ન રહે.
ગુરુ-પારુની રિલ્સ જેટલી જ રસપ્રદ રિયલ લાઈફની વાતો જાણવા માટે અહીં ક્લિક કરો



