28 માર્ચનાં પાંચ ગ્રહોને ચંદ્રની નજીકમાં એક રેખામાં જોવાનો દુર્લભ મોકો મળશે. નાસાનાં વૈજ્ઞાનિકે આપી સમગ્ર માહિતી.
નાસાનાં વૈજ્ઞાનિક બિલ કૂકએ મીડિયાને જણાવ્યું કે 28 માર્ચ 2023નાં રોજ ચંદ્રની આસપાસ પાંચ ગ્રહો એક રેખામાં જોવા મળશે. આ દુર્લભ યોગ 28 માર્ચની આસપાસનાં દિવસોમાં પણ જોવા મળશે પરંતુ તેને સંપૂર્ણ રેખામાં સ્પષ્ટરીતે જોવા માટે 28 માર્ચ સૌથી સારો દિવસ રહેશે.
- Advertisement -
આ પાંચ ગ્રહો રહેશે એક સાથે
બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ આ પાંચ ગ્રહો રાત્રીનાં સમયે અર્ધચંદ્રકાર ચંદ્રની નજીક એક રેખામાં જોવા મળશે. માર્ચ 28ની રાત્રીએ તમે આ દુર્લભ નજારો માણી શકશો. હાલમાં જ શુક્ર અને ચંદ્રનો પણ દુર્લભ યોગ જોવા મળ્યો હતો ત્યારે ઘણાં લોકોએ આ અદભૂત પળને પોતાના કેમેરામાં કેદ કરી હતી.