વાડીમાંથી બોરના સબમર્સિબલ પંપ કી. રૂ.85 હાજારની ચોરી
ડોળાસા નજીકના જાંજરિયા ગામે રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરોએ બોરના પાઇપ કાપી નાખી વ્યાપક નુકશાન કર્યું હતું અને બાદ મોટર પણ ઉઠાવી જતા આ ખેડૂત ને રૂ.85 હજારની નુકશાની થઇ હતી. હાલ ડોળાસા વિસ્તારમાં ખેડૂતો વરસાદની કાગ ડોળે રાહ જોઇ રહ્યા છે પણ વરસાદના વાવડ નથી.તેથી તમામ ખેડૂતો ચોમાસુ પાક બચાવવા મરણિયા બની ઇલેક્ટ્રિક મોટરો દ્વારા મોલાતને પિયત કરી રહ્યા છે.હાલ ખેડૂતો માટે કોઈ જીવાદોરી સમાન હોય તો તે પાણી,વીજળી અને મોટર છે.પણ આવા મહત્વના સમયે ગીર ગઢડા તાલુકાના જાંજરિયા ગામ ના ખેડૂત રઘુભાઈ ભગવાન ભાઈ મોરીની વાડીમાંથી મધ્ય રાત્રિ દરમ્યાન બોરની મોટર જેની કિંમત 42000 હજાર અને પાઈપ 300 મીટર તેને કાપીને કટકા કરીને મોટર ઉઠાવી ગયા હતા.અને આ ખેડૂતને નુકશાની થતા આ બાબતે રઘુભાઈ મોરીએ ગીર ગઢડા પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.