૧૪ થી ૧૯ વર્ષ વચ્ચેના ભાઈઓ માટે દોડ સ્પર્ધા યોજાશે
રાજકોટ તા. ૧૦ ઓગસ્ટ – રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા રમત ગમત વિભાગ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા ૧૪ વર્ષથી ઉપરના અને ૧૯ વર્ષથી નીચેના ભાઈઓ માટે એથ્લેટિક ૧૦૦ મી., ૨૦૦ મી., ૮૦૦ મી., ૧૫૦૦ મી. દોડની સ્પર્ધાઓ તા. ૧૨-૦૮-૨૦૨૧ના રોજ સિન્થેટિક ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે સવારે ૮ કલાકે રાખવામાં આવેલ છે. કોઈપણ એક સ્પર્ધામાં ખેલાડી ભાગ લઈ શકશે. સપર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીએ જન્મના આધાર સાથે ગ્રાઉન્ડ પર ઉપસ્થિ રહેવુ.
- Advertisement -
જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર ખેલાડી માટે ઝોન કક્ષાની સ્પર્ધા તા. ૧૪-૦૮-૨૦૨૧ ના રોજ જૂનાગઢ ખાતે યોજાશે. વધુ માહિતી માટે જિલ્લા સિનિયર કોચ, રાજકોટનો સમ્પર્ક કરવા કોચ રમા મદ્રાની યાદીમાં જણાવ્યું છે.