મોરબી જીલ્લામાં જાણે ભાદરવો ભરપુર વરસવા આવ્યો હોય તેમ શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી મેઘરાજાની તોફાની ઈનીંગ જોવા મળી હતી. મોરબીમાં દિવસ દરમિયાન માળિયા, ટંકારા તેમજ વાંકાનેરમાં વરસાદ વરસ્યો હતો. મોરબી શહેરમાં રાત્રીના 8 વાગ્યાની આસપાસ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી અને અડધાથી પોણા કલાક દરમિયાન સમગ્ર શહેર પાણી પાણી કરી નાખ્યું હતું. મોરબી શહેરમાં આખી રાત દરમીયાન મેઘસવારી યથાવત જોવા મળી હતી. મોરબી શહેરમાં એક રાતમાં 28 મીમી વરસાદ વરસ્યો હતો તો ટંકારામાં 31 મીમી, માળિયા મીંયાણામાં 26 મીમી, વાંકાનેરમાં 18 મીમી જયારે હળવદમાં 7 મીમી વરસાદ નોધાયો હતો. મોરબી જીલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગે મોરબી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. મોરબી જીલ્લામાં શનિવારે અને રવિવારે પડેલા વરસાદના પગલે માર્ગો પર પાણી ભરાયા હતા તો નીંચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. આ ઉપરાંત તેજ પવન ફૂંકાવવાના કારણે અનેક સ્થળો પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સર્જાઈ હતી જોકે સદનસીબે કોઈ સ્થળેથી જાનહાનીના સમાચાર સામે આવ્યા ન હતા.
મોરબીમાં એક રાતમાં સવા ઈંચ વરસાદ ખાબકયો
Follow US
Find US on Social Medias