ખાવાના શોખીનો, ખાતા પહેલાં ચેતજો
ફૂડ વિભાગની ટીમ દ્વારા 39 ધંધાર્થીઓને
ત્યાં ચેકિંગ: 18ને લાયસન્સ બાબતે નોટિસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ‘બોલે તો વડાપાઉં’ અને ‘મુંબઈ ઝાયકા’માં વાસી ફૂડનો જથ્થો મળી આવ્યો હતો અને બંને પેઢીને લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી તેમજ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં 39 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગ્રા. ફ્લોર શોપ નં. 7, રાજકોટ બસપોર્ટ, ઢેબર રોડ પર આવેલ ‘બોલે તો વડાપાઉં’ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પીઝા પાસ્તા સોસ તથા ચીલી ગાર્લિક સોસનો વાસી 5 કિ.ગ્રા. જથ્થો મળી આવ્યો અને સદગુરુ તીર્થધામ- ગ્રા. ફ્લોર શોપ નં. 50, રૈયા રોડ, પર આવેલી ‘મુંબઈ ઝાયકા’ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલો નોનવેજ પ્રિપેર્ડ ફૂડ -ચિકન લોલી પોપ, બિરીયાની વગેરે મળી કુલ 6 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય જણાતા સદર જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલો તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ લાયસન્સ મેળવવા બાબતે બંને પેઢીને નોટીસ પાઠવવામાં આવી હતી.
- Advertisement -
સાથે જ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ હોકર્સ ઝોન તથા ગોપાલ ચોકથી સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 18 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્ય ચીજોના કુલ 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી જેમાં ચામુંડા કઠોળ, બાલાજી પાણીપુરી, ખોડિયાર સેન્ડવીચ, સંતોષ ભેળ પાણીપુરી, ભોલેનાથ આઇસ્ક્રીમ, સંતોષ ભેળ સેન્ટર, ધોરાજી ભૂંગળા બટેટા, સંતોષ ભેળપુરી, રામકૃષ્ણ જનરલ સ્ટોર, દુર્ગા ચાઇનીઝ પંજાબી, અમર ફરસાણ, લાઈફલાઇન ફાર્માસી, જય રામદેવ કોઠી આઇસ્ક્રીમ, રામદેવ ગોલા, પાટીદાર જનરલ સ્ટોર, મહાદેવ રસ સેન્ટર, શિવ કોલ્ડ્રિંક્સ, ખોડિયાર ફરસાણ સહિતનાઓને લાઈસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમ, શ્રદ્ધા અમેરિકન મકાઇ, આમચી મુંબઈ વડાપાઉં, શ્રીનાથજી ભેળ સેન્ટર, આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, સંતોષ ભેળ, એ-1 સ્ટીમ ઢોકળા, આઝાદ ગોલા, એ-1 ઢોસા, એ-1 ચાઇનીઝ પંજાબી, આઝાદ આઈસ ડિસ, કૈલાશ પાઉંભાજી, ગોકુલ ડેરી ફાર્મ. પટેલ ડેરી ફાર્મ, કેશવી સુપરમાર્કેટ, એમ. બી. પ્રોવિઝન સ્ટોર, ભગવતી પ્રોવિઝન સ્ટોર, નિરા ડેરી ફાર્મ, માર્વેલ બેકરી, બહુચરાજી સુપર માર્કેટ, પાર્થ પ્રોવિઝન સ્ટોરની ચકાસણી કરવામાં આવી હતી તો બીજીબાજુ જય શિવ જલારામ એન્ટરપ્રાઇઝમાંથી નમુના લેવામાં આવ્યા હતા.