રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની જબરદસ્ત કામગીરી
કુવાડવા રોડ પર એક મહિનાથી ધમધમતો હતો કારોબાર, 2ની ધરપકડ, 4ની શોધખોળ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ દ્વારા કુવાડવા નજીક બાયો ડીઝલનો ધમધમતા ગેરકાયદે વેપાર પર દરોડો પાડી ને લગભગ દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનાથી સનસનાટી મચી ગઇ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બાયોડિઝલનો વેપલો મોટાપાયે ચાલી રહ્યો છે. આ બાયોડિઝલ સસ્તામાં મળતું હોવાથી ભારે વાહનો તેનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ બાયોડિઝલના કારણે એન્જિનમાં નુકસાની થતી હોવાથી તેની સામે પ્રતિબંધ મુકાયો હતો.ત્યારે બાયોડિઝલ સસ્તુ હોય અને મોટી કમાણી થતી હોવાથી બેફામ વેચાણ ચાલી રહ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે કુવાડવા નજીક આવેલા બાયોડીઝલના ગેરકાયદેસર થતા વેપલા દરોડો પાડવામાં આવ્યો હતો અને દોઢ લાખ બાયો ડીઝલના સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે તપાસ કરતા આ બાયોડીઝલનો વેપલો ભાગીદારીમાં ચાલતો હોવાનું જાણવા મળતા પોલીસે કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના પી.આઇ બી. ટી. ગોહિલ અને પીએસઆઈ સાકરીયાને મળેલી બાતમીના આધારે ગઈકાલ રાત્રીના કુવાડવા રોડ પર ત્રિ-મંદિર પાસે આવેલા ડેલામાં દરોડો પાડયો હતો અને બાયોડીઝલ બનાવવાની કામગીરી કરી રહેલાં શખ્સ અને ટ્રકમાં બાયોડીઝલ ભરતા શખ્સને રંગેહાથ પકડી લીધા હતા. ત્યારે પોલીસે આ બંને શખ્સોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો દ્વારા ભાગીદારીમાં આ બાયોડીઝલનો વેપલો ચાલુ કરવામાં આવ્યો હતો.
હાલ પોલીસે કુલ છ શખ્સો સામે ગુનો નોંધી ચારની શોધખોળ હાથ ધરી છે.પોલીસે ફેક્ટરીમાં તપાસ કરતા 1 લાખ 54 હજાર લિટર બાયો ડીઝલ જેની કિંમત રૂ.1.08 કરોડ તેની સાથે છ ભો ટાંકા અને બે ટ્રક, બે મોબાઇલ,ઇલેક્ટ્રિક મોટર અને ફિલિંગ મશીન સહિત મળી કુલ રૂ.1.80 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે આ દરોડો પીઆઈ બી.ટી.ગોહિલ, પીએસઆઈ સાકરીયા, એએસઆઇ સુરેશ જોગરાણા, હરદેવસિંહ રાઠોડ, અશોક કલાલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા દ્વારા પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ફરાર થયેલા બે મુખ્ય સુત્રધાર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ મામલે સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ બાયોડીઝલનો વેપલો છેલ્લા એક માસથી ધમધમી રહ્યો હતો.