આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઊઠ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત મેડિકલ વેસ્ટના ત્યજી દીધેલી જથ્થો મળી આવ્યો છે. આ વખતે તો આરોગ્ય વિભાગની કચેરી નજીક જ મેડિકલ વેસ્ટના જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. મોટાભાગે આરોગ્ય વિભાગનું કામ જિલ્લામાં આરોગ્યને લાગતી કામગીરીની દેખરેખ રાખવાનું હોય છે પરંતુ આરોગ્ય વિભાગની કચેરીમાં જ આ પ્રકારે મેડિકલ વેસ્ટ મળી આવતા વિચારવા જેવી બાબત ગણી શકાય છે. સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ, ડીડીઓ તથા આરોગ્ય વિભાગની કચેરી પણ આવેલી છે. બાકી અખીય ઓફિસ ખંડેર હાલતમાં નજરે પડે છે ત્યારે શુક્રવારે બપોરના સમયે જિલ્લા પંચાયત કચેરીના ખંડેર પડેલા પટાંગણમાં મેડિકલ વેસ્ટના જથ્થો નજરે પડ્યો હતો. ત્યારે જ્યાંથી આ મેડિકલ વેસ્ટના જથ્થો મળી આવ્યો તેની નજીકમાં જ આરોગ્ય વિભાગની કચેરી આવેલી છે જેથી આરોગ્યની કચેરી પાસે જ કોઈ આ પ્રકારે મેડિકલ વેસ્ટ નાખી ગયું હોય તેની હિંમત કેટલી હશે ? અથવા તો એવું પણ હોય કે આરોગ્ય ટીમની કામગીરી એટલી નબળી પણ હોય શકે જેથી મેડિકલ વેસ્ટ અહી આરોગ્ય શાખાની કચેરી નજીક નાખી હોય ત્યારે હાલ તો આરોગ્યની કચેરી પાસેથી મળેલા મેડિકલ વેસ્ટ બાબતે ટીમ દ્વારા તપાસ શરૂ કરી છે.



