હોસ્પિટલમાં ઉપયોગ થતા મેડિકલ વેસ્ટ બિનવારસી મળી આવતા તપાસ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ધ્રાંગધ્રા હાઇવે પર સોલડી ગામ નજીક મેડિકલ વેસ્ટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેમાં હોસ્પિટલમાં ઉપયોગ થતા મેડિકલ દવાઓ સહિતનો જથ્થો કચરામાં પડેલો જોવા મળ્યો હતો આ તરફ અજાણ્યા હોસ્પિટલ સંચાલકો દ્વારા આ પ્રકારે મેડિકલમાં ઉપયોગ થતી દવાઓને જાહેરમાં ફેકી નિયમોનું ઉલંઘન કર્યું હતું જોકે સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે જાણ થતા જ સ્થળ પર પહોંચી બિનવરસી પડેલા મેડિકલ વેસ્ટના જથ્થા બાબતે તપાસ હાથ ધરી છે.