જોધપર પાટિયા પાસે સર્વેલન્સ ટીમે અલ્ટો કારમાંથી 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: એક આરોપી ફરાર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજીપી અને મોરબી એસપીની સૂચનાના આધારે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે નેશનલ હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પોલીસ ઈન્સપેક્ટર બી.વી. પટેલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામના પાટીયા નજીક અલ્ટો ઊં-10 કાર (ૠઉં-24-ઊં-4395) અટકાવી હતી.
કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 220 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (રહે. ધર્મનગર, મોરબી) ની ધરપકડ કરી હતી, જ્યારે બીજો આરોપી કાળુભાઈ અબ્રાહમભાઈ સુમરા (રહે. લાખચોકીયા, ચોટીલા) ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂની બોટલો (કિંમત ₹55,000), કાર (કિંમત ₹1,00,000) અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,60,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.



