મોરબી ક્રાઈમ બ્રાન્ચના દરોડા: 2ની ધરપકડ, એકનું નામ ખૂલ્યું
મોરબી એલસીબી ટીમે ટંકારાના વિરપર પાસે આવેલ સમય ક્લોકના બંધ કારખાનામાં દરોડો પાડીને રૂ. 50 હજારની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબી રાજકોટ રોડ પર વીરપર ગામની સીમ પાસે સમય ક્લોકના બંધ કારખાનામાં દરોડો પાડીને મેકડોવેલ્સ નંબર-01 વ્હીસ્કીની 96 બોટલો (કિં.રૂ. 36,000) અને કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના 144 ટીન (કિં.રૂ. 14,400) મળી કુલ રૂ. 50,400 નો મુદામાલ ઝડપી પાડ્યો હતો અને આ સાથે નિકુંજ વીરજીભાઈ રાજપરા (ઉં.વ. 27, રહે. ધ્રુવનગર, તા. ટંકારા) અને મહેન્દ્ર ઉર્ફે લાલો ચંદુભાઇ કલાસવા આદિવાસી (ઉં.વ. 30) નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ટંકારા રહેતા અન્ય એક શખ્સ પોપટ ધારાભાઇ ભરવાડનું નામ ખુલતા ત્રણેય વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિરપર પાસે આવેલ સમય ક્લોકના બંધ કારખાનામાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
