મનપા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નોનસ્ટોપ પાણીપુરી, સિટી કલાસિક બિલ્ડિંગ, અંબિકા ટાઉનશિપમાં દરોડા: અનેક પેઢીઓને નોટિસ ફટકારાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજરોજ અખાદ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરતી અનેક રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન સાંઝા ચૂલા ચાઈનીઝ ફૂડને ત્યાંથી સંગ્રહ કરેલો 3 કિ.ગ્રા. નૂડલ્સનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કંડિન જાળવવા તથા લાઈસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સાંઝા ચૂલા ચાઈનીઝ ફૂડ, 150 રીંગ રોડ, ઓસ્કાર બિલ્ડિંગ, ઈન્દિરા સર્કલ પાસે, રાજકોટની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નૂડલ્સનો 3 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર જ નાશ કર્યો અને નોનસ્ટોપ પાણીપુરી, સીટી કલાસિક બિલ્ડિંગ, અંબિકા ટાઉનશીપ રાજકોટની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલા વાસી- અખાદ્ય સડેલા બાફેલા બટેટાનો 5 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરી તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કંડિશન જાળવવા તથા લાઈસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના પીડીએમ કોલેજ સામે ગોંડલ રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 17 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 13 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્ય ચીજોનો કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. પીડીએમ કોલેજ સામે ગોંડલ રોડ વિસ્તારમાં આવેલા અન્ના મદ્રાસ કાફે, માધવ ગાંઠિયા રથ, બાલાજી મેગી સેન્ટર, શિવશક્તિ દાળપકવાન, માતાજી છોલે-ભટુરે, ગણનાયક દાળપકવાન, હરિ સેન્ડવીચ, સાંઈ દાળપકવાન, સાંઈ મદ્રાસ કાફે, મારુતિ દાળપકવાન, બાલાજી દાળપકવાન, જય અંબિકા દાળપકવાન, આશાપુરા ઘૂઘરા સહિતની પેઢીઓને લાઈસન્સ મેળવવા સૂચના આપવામાં આવી તેમજ બાલાજી ચાઈનીઝ, પંબાજી ટેસ્ટકિંગ ભૂંગળા બટેટા, બાલાજી દાળપકવાન, બાલાજી મદ્રાસ કાફેની ચકાસણી કરવામાં આવી હતી.