વિદેશી દારૂ ભરેલી ટ્રકમાં ખોટી નંબર પ્લેટ થકી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
રાજ્યમાં જુદા જુદા કિમિયા થકી બૂટલેગરો દારૂ ઘૂસાડવાનો પ્રયાસ હાથ ધરે છે પરંતુ બુટલેગરોને તમામ કિમિયાને ગુજરાત પોલીસ ફેલ કરી રહી છે. તેવામાં બુટલેગર દ્વારા અપનાવેલ વધુ એક નુસખો સામે આવ્યો હતો જેમાં લીમડી – સાયલા હાઇવે પરથી સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી દ્વારા વિદેશી દારૂ ભરેલી ટ્રકની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું બૂટલેગરો દ્વારા પોલીસને ગુમરાહ કરવા માટે ખોટી નંબર પ્લેટ ચડાવી ટ્રકને મુખ્ય દરવાજે પહિચડવાનું આ કાવતરું હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી સ્ટાફના પીઆઇ જે.જે.જાડેજા તથા સ્ટાફ લીમડી – સાયલા હાઇવે પર વિચ ગોઠવી ઊભા હોય તેવા સમયે એક ટેન્કર નંબર યુ કે 04 સી એ 9274 વાળા પર શંકા જતા ટેન્કર ચાલકને ટેન્કર ઊભો રાખવા માટે પ્રયત્ન કરતા ચાલકે ટેન્કર વધુ સ્પીડ ભગાડવા એલ.સી.વી સ્ટાફે ટેન્કરનો પીછો કરતા થોડે દૂર ટેન્કર ચાલક ટેન્કર મૂકીને નાશી છૂટ્યો હતો આ તરફ પોલીસ સ્ટાફ દ્વારા ટેન્કરમાં તપાસ કરતા અંદર ત્રણ ખાના બનાવેલ હોય જેમાં જુદા જુદા બ્રાન્ડના 750 એલ.એલ વિદેશી દારૂની બોટલ 2710 નંગ કિંમત 8,97,560/- રૂપિયા તથા 375 એમ એલની બોટલ 8112 નંગ કિંમત 21,09,120/- રૂપિયાની મલીનાવ્યા હતા જ્યારે ટેન્કરની તપાસ કરતા તેના પર લગાવેલ નંબરપ્લેટ પણ ખોટી જીવનું સામે આવ્યું હતું આ તરફ પોલીસ સ્ટાફને ટેન્કર કિંમત 15 લાખ રૂપિયા તથા વિદેશી દારૂ સહિત કુલ 45.06 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કર ચાલક અને મૂળ માલિક વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.