વિદેશી દારૂ, ટ્રક સહિત કુલ 41.93 લાખનો મુદ્દામાલ સાથે એક ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
પ્રાપ્ત વિગતો અનુસાર લીમડી હાઇવે પર જિલ્લા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ એન.એ.રાયમા, વિજયસિંહ, અસ્લમખાન સહિતનો સ્ટાફ બાતમીના આધારે વોચ ગોઠવી ઊભા હોય તે દરમિયાન અમદાવાદ તરફથી એક ટ્રક નંબર જીજે 03 બી ઝેડ 1807 વાળો નીકળતા જ પોલીસે ટ્રકને અટકાવી ટ્રકમાં તપાસ કરતા પાછળના ભાગે ડુંગળીના કોથળા ભરેલ હોવાનું નજરે પડતાં બાદમાં ડુંગળીના કોથળા દૂર કરી તપાસ કરતા નીચેથી વિદેશી દારૂનો જથ્થો નજરે પડ્યો હતો.
- Advertisement -
જેમાં વિદેશી દારૂની મોટી બોટલ નંગ 2248 કિંમત 1174150/- રૂપિયા, નાની બોટલો નંગ 6756 કિંમત 839760/- રૂપિયાની મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલક રંગીલારાય રાજકુમાર યાદવ રહે: બિહાર વાળની અટકાયત કરી હતી તેની પાસેથી એક મોબાઇલ કિંમત 8000/- રૂપિયા તથા એક ટ્રકની કિંમત 20 લાખ રૂપિયા સહિત 4143420/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછમાં વિદેશી દારૂ ભરી આપનાર શિવ શક્તિ ટ્રેડર્સનો માલિક તથા દારૂ મંગાવનાર રફિકભાઈ (રાજકોટ) સહિત કુલ ત્રણ વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.