પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી રૂપિયા 3 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના આરીફ ઇન્દ્રિશ સોલંકીની ઓરડીમાંથી પોલીસે નાની મોટી 2865 બોટલ વિદેશી દારૂ કબ્જેકરી બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી. મોટા કોટડા ગામે રહેતો આરફી સોલંકીએ તેના કબ્જાને પડતર જમીનમાં આવેલ ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતની મળતા પીઆઇ પટેલએ દરોડો પાડ્યો હતો.
- Advertisement -
આ કાર્યવાહીમાં રૂપિયા 3,01,620ની કિંમતની વિદેશી દારૂની નાની મોટી 2865 મળી આવતા કબ્જે કરી હતી. જયારે બુટલેગર હાજર નહીં મળી આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.