રૂ.80.54 લાખના વિદેશી દારૂ સહિત 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દરરોજ કરોડો રૂપિયાનો દારૂ રાજ્યમાંથી ઝડપાય છે પરંતુ અન્ય રાજ્યોમાંથી ઠલવાતા આ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો રાજ્યની બિરાદર પરથી ઘસડાય છે કઈ રીતે ? તે એક મોટો સવાલ છે ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે હોય કે અંદવડ કચ્છ હાઈવે વારંવાર ટ્રકોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી લેવાતો હોય છે તેવામાં ફરી એક વખત અમદાવાદ રાજકોટ હાઈવે પર પાણશીણા ચેક પોસ્ટ નજીક ટ્રકમાં 80 લાખ કરતા પણ વધુની કિંમતનો વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર પાણશીણા પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલીંગમાં હોય તે સમયે અમદાવાદ રાજકોટ હોવી પર ટ્રકમાં વિદેશી દારૂ ભરીને રાજકોટ તરફ લઈ જવાતો હોવાની બાતમીને આધારે પાણશીણા પોલીસ સ્ટાફે ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન એક ટ્રક આરજે 19 જી સી 0209 નંબર વાળી નીકળતા તેને અટકાવી પોલીસે ટ્રકના પાછળના ભાગે તપાસ કરતા અંદરથી જુદા જુદા બ્રાન્ડના નાની મોટી વિદેશી દારૂની બોટલ તથા બિયર 15,168 નંગ (560 પેટી) કિંમત 80,54,400/- રૂપિયાનો જપ્ત કરી ટ્રક ચાલક મોહનલાલ ધીમરામ ખીચ્ચડ રહે: રાજસ્થાન વાળાને ઝડપી લઇ તેની પાસેથી ટ્રક કિંમત દશ લાખ તથા તથા મોબાઇલ કિંમત પાચ હજાર તથા રોકડ એક હજાર રૂપિયા એમ કુલ મળી 90,60,400/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી એની એક મોબાઇલ નંબર ધારક અજાણ્યા ઈશમ સહિત બે વિરુધ પાણશીણા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



