ગુરુકૃપા ગેસ એજન્સી ફાયર સેફ્ટી, એક્સપ્લોઝિવ લાયસન્સના પરવાના વગર જ ચાલતી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
- Advertisement -
ચોકી- વડાલ રોડ પર ગુરુકૃપા હોટલ ના પાછળના મેદાનમાં ફાયર સેફટી, એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત અન્ય જરૂરી પરવાના વગર ચાલતી ગુરુકૃપા ગેસ એજન્સીને જિલ્લા પુરવઠા તંત્રએ સીઝ કરી છે
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી ફાતિમાબેન માકડા, મામલતદાર એલ.બી. ડાભી તથા તેમની ટીમ દ્વારા રેઈડ કરતા અંદાજે રૂ. 10 લાખની કિંમતની 96 જેટલી ગેસની બોટલો જોખમી રીતે ખુલ્લા મેદાનમાં મળી આવી હતી. આ ગેસ એજન્સી પાસે તપાસ કરતા ફાયર સેફટી, એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત અન્ય જરૂરી પરવાના મેળવવામાં ન આવેલ હોય તેમ સામે આવ્યું હતું. જેથી આ તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો. અને આગળની કાયદાકીય કાર્યવાહી જિલ્લા પુરવઠા તંત્રએ હાથ ધરી હતી જયારે ભારે તાપમાન વચ્ચે ખુલ્લા ગેસની બોટલો પડી હતી તે જિલ્લા પુરવઠા તંત્રને ધ્યાને આવતા કડક કાર્યવાહી કરી હતી.