ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાનાં સાત ગામમાં સીસીરોડ બનાવવા માટે રૂપિયા 275 લાખ મંજુર કરવા કોંગી ધારાસભ્યએ રજુઆત કરી છે.
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીને પત્ર પાઠવી સુવિધા પથ યોજના અંતર્ગત કામો મંજૂર કરવા રજૂઆત કરી છે. ખાસ કરીને આમાં સીસીરોડ બનાવવા રજૂઆત છે.આ કામો માટે જૂનાગઢ તાલુકાના પ્લાસવાથી વિજાપુર રોડ ગામતળમાં સીસીરોડ બનાવવા 32 લાખ, મજેવડી ગામે સહકારી મંડળીથી રામ મંદિર સુધી સીસીરોડ માટે 45 લાખ, ગલીયાવડ ગામે ગૌશાળા તરફ સીસીરોડ બનાવવા 36 લાખ, વધાવી ગામે જૂનાગઢ રોડથી ઠેસિયા સમાજ તરફ સીસીરોડ માટે 45 લાખ,વાલાસીમડી ગામે જૂના ગામથી નવાગામ સુધી સીસીરોડ બનાવવા 45 લાખ, ગોલાધર ગામથી વાડોદર ગામ તરફ સીસીરોડ બનાવવા 36 લાખ અને મજેવડી ગામે ચરણ બાપુની દુકાન ચોકથી ધોરાજી પ્રવેશ માર્ગ સુધી સીસીરોડ બનાવવા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવા રજૂઆત કરાઇ છે.
- Advertisement -
આમ, કુલ 7 ગામોમાં સીસીરોડ બનાવવા માટે કુલ 275 લાખ મંજૂર કરવા પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.તેમ મનોજભાઇ જોષીએ જણાવ્યું હતું.