સુરક્ષા સેતુ સોસાયટીના નોડલ અધિકારી એમ. આઈ. પઠાણની આગેવાનીમાં પોલીસ ઈન્સ્પેકટર વી. આર. રાઠોડના માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા સુરક્ષા સેતુ સોસાયટીના નોડલ અધિકારી એમ. આઈ. પઠાણની આગેવાનીમાં પોલીસ ઈન્સ્પેકટર વી. આર. રાઠોડના માર્ગદર્શન મુજબ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસ.પી.સી.ના કેડેટનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુવાડવા રોડ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેકટર વી. આર. રાઠોડ તથા નવાગામ આણંદપર ગામના સરપંચ લાલજીભાઈ તથા આણંદપર તાલુકા શાળાના આચાર્ય દામજીભાઈ તથા સી ટીમ તથા 181 ટીમ તથા એસ.પી.સી.ના ડી.આઈ. તથા સી.પી.ઓ. હાજર રહી બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું
તથા એસ.પી.સી.ની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી તથા સી ટીમ તથા 181 ટીમ દ્વારા તેઓની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેકટર વી. આર. રાઠોડ દ્વારા બાળકોને ટ્રાફીક અવેરનેસ તથા બાળકોને વ્યસન મુક્તિ બાબતે જાગૃત કરવામાં આવેલ અને જીવનમાં આગળ વધવા બાબતે મોટીવેટ કરવામાં આવ્યા હતા.