ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે દાદા-દાદી દોસ્ત વિષય અંતર્ગત એક સંઘ્યા વડીલો સાથે એક કાર્યકમ યોજેલ હતો. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોએ પોતાની પ્રતિભા દર્શાવેલ હતી તેમજ વડીલો દ્વારા પોતાના જીવનમાં અનુભવેલી તડકા-છાંયાના અનુભવો અને બનેલી ઘટનાઓ વિશે ખુલ્લા મને ઘણી વાતો કહી હતી. એવી વાતો જે અત્યાર સુધીના એમના જીવનમાં ખુબ મહત્વ ધરાવતી હતી. સીનીયર સીટીજન સાથે સ્નેહ મીલનનો આ વિશિષ્ઠ માહોલ ઉભો થયો હતો. પોલીસ દ્વારા વડીલોને શાલ ઓઢાળી અને પુષ્પગુચ્છથી સન્માનીત કરવામાં આવેલ. જેનાથી પધારેલ સિનિયર સિટીઝન (દાદા/દાદી) ખુબ ભાવવિભોર થઇ ગયેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ ડીવાયએસપી વી.વી.કોડીયાતર તથા પોલીસ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.
માંગરોળમાં પોલીસ દ્વારા ‘એક સાંજ વડીલો સાથે’નો કાર્યક્રમ યોજાયો
