ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા પંચાયત પ્રમુખના મત વિસ્તાર કુવાડવા જિલ્લા પંચાયત સીટ વિસ્તારના સરપંચો સાથે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા સીધાસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ તમામ ક્ષેત્રે સતત વિકાસ તરફ આગેકૂચ કરી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અંત્યોદયની ભાવનાથી કાર્ય કરતી આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં તમામ ક્ષેત્રે વિવિધ વિકાસલક્ષી કાર્યોને વેગ મળ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પોતાના મત વિસ્તાર કુવાડવા જિલ્લા પંચાયત સીટ વિસ્તારના સરપંચો અને તલાટી મંત્રીઓની સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુવાડવા જિલ્લા પંચાયત સીટ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામો બાબતેની રજુઆતો સરપંચો અને તલાટીઓ દ્વારા કરવામાં આવેલી તમામ રજુઆતો સાંભળી પ્રમુખે રજુઆત કરવામાં આવેલ વિવિધ વિકાસલક્ષી કાર્યો ઝડપી પુર્ણ કરવા સંબંધિત વિભાગોને સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન પ્રમુખે ઉપસ્થિત રહેલા તમામ સરપંચો અને તલાટીઓને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના તમામ લાભો ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચવા તથા આ વિસ્તારની ગ્રામ્ય જનતાના પ્રશ્ર્નો કે રજુઆતો જિલ્લા પંચાયત સુધી પહોંચાડવા સુચનાઓ આપી હતી. આ બેઠક દરમિયાન આ વિસ્તારના 15માં નાણાપંચના કામો, પાણી પુરવઠા વિભાગ, માર્ગ મકાન વિભાગ, શિક્ષણ તથા આરોગ્ય, ખેતીવાડી તથા પશુપાલન સંબંધિત પ્રશ્ર્નો તથા કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી તેમ અંતમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં ખોરાણા સરપંચ મનોજભાઈ રાઠોડ, નાગલપર સરપંચ મનોજભાઈ ચૌહાણ, રાજગઢ સરપંચ રુદ્રદતસિંહ, ખીજડીયા સરપંચ પ્રિતેશભાઈ રેવર, કોઠારિયા (ટં) સરપંચ કિશોરભાઈ, બેડી(વા) સરપંચ મહેશભાઈ, જીયાણા-વાંકવડ સરપંચ જયસુખભાઈ, રાણપુર સરપંચ પ્રવીણભાઈ કાકડિયા, સુર્યારામપરા સરપંચ શામજીભાઈ, સાતડા સરપંચ વાલાભાઈ તથા કુવાડવા જિલ્લા પંચાયત સીટ વિસ્તારના તલાટીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
સરકારની વિવિધ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સીધા સંવાદનો કાર્યક્રમ યોજાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/5-17.gif)