અજાણ્યો કાર ચાલાક અકસ્માત સર્જી ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ વેરાવળના લાટી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં પોલીસ કર્મચારી નું ઘટના સ્થળે જ મૃત્યુ થતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઇ હતી. મળતી વિગત મુજબ ગીર સોમનાથના હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. એ.કે.રાઠોડ સુત્રાપાડા તરફ જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલાકે પોલીસ કર્મીની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો કારની જોરદાર ટક્કરના લીધે બાઈક પર જતા પોલીસ કર્મી બાઈક પરથી ફંગોળાય જતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી અને હિટ એન્ડ રનની ઘટના સર્જી અજાણ્યો કાર ચાલક ફરાર થતા આસપાસના સીસીટીવી સહીત ચેક કરી કાર ચાલકની શોધખોળ શરુ કરી હતી અકસ્માતની ઘટનામાં પોલીસ કર્મીનું મૃત્યુ થતા ગીર સોમનાથ પોલીસમાં ગમગીની છવાઈ.