ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં વાહનોમાં ખોટી રીતે કોઈ પણ પ્રકારનો હોદ્દો દર્શાવતા બોર્ડ, કાળા કાચ કે નંબર પ્લેટ વગરના વાહનો જેવા ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા અગાઉથી સૂચનાઓ આપવામાં આવેલી હતી. આ સૂચનાના અનુસંધાને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જે. જે. પટેલની સૂચનાના આધારે પો. સ્ટાફના માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન, જૂનાગઢના ચીતાખાના ચોકથી કોર્ટ તરફ જતાં રોડ પર જીજે 03 એનબી 8114 નંબરના ચાલાક નસીરભાઈ ગુલામભાઈ ગોરી જે પ્રાઈવેટ નોકરી કરે છે રહે. ગોંડલ રવા બજાર, વોરા શેરી આ શખ્સ કારમાં આગળના કાચ પર લાલ અને બ્લુ જેવા દેખાતા કલરના બોર્ડમાં અંગ્રેજી ભાષામાં પોલીસનું લખેલું બોર્ડ જોવા મળ્યું હતું.
વાહન ચાલક પોતે કોઈ પણ પ્રકારના પોલીસ રાજ્યસેવક તરીકેનો હોદ્દો ધરાવતો ન હોવા છતાં, ખોટી રીતે પોલીસમાં હોવાનો દેખાવ કરવા પોતાની પ્રાઇવેટ કારમાં આ બોર્ડ લગાવી જાહેર રોડ પર નીકળ્યો હતો. આ વાહન ચાલક વિરુદ્ધ બી-ડિવિઝન પો. સ્ટે.માં ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



