જેમ્સ વેબ ટેલિસ્કોપનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ એક એક્સોપ્લેનેટ (જે ગ્રહો અન્ય તારાની ભ્રમણકક્ષા કરે છે), LHS 1140 Bની ખોજ કરી છે. આ ગ્રહ પર જીવન હોય શકે છે. ફ્રાન્સના CNRS સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ આ ગ્રહ વિશે અભ્યાસ કર્યો છે.
ગ્રહ પૃથ્વીથી 48 પ્રકાશવર્ષ દૂર છે:
વૈજ્ઞાનિકોના મતે, એક્સોપ્લેનેટ LHS 1140 B પૃથ્વીથી 48 પ્રકાશવર્ષના અંતરે સ્થિત છે. એટલે કે 450 ટ્રિલિયન કિલોમીટર બરાબર છે. અભ્યાસ મુજબ તે ગોલ્ડીલોક્સ પ્રદેશમાં સ્થિત એટલે તે ભાગ જે ન તો ખૂબ ગરમ હોય અને ન તો ખૂબ ઠંડો. અહીં પાણી પણ હોઈ શકે છે જે જીવન માટે મહત્વપૂર્ણ છે. ફ્રાન્સના CNRS સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરના અભ્યાસ સહ-લેખક માર્ટિન લેર્બેટના જણાવ્યા અનુસાર, તે પ્રથમ વખત 2017 માં શોધાયું હતું. વૈજ્ઞાનિકો કહે છે, કે ત્યારથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
આ શોધ મહત્વપૂર્ણ છે: અત્યાર સુધી જાણીતા તમામ એક્સોપ્લેનેટમાંથી, LHS-1140bમાં જીવનની સૌથી વધુ સંભાવના છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારા દિવસોમાં આ ગ્રહ પર પાણીની પુષ્ટિ થઈ શકે છે.
આ ગ્રહની સંરચના પૃથ્વી જેવી
વેબ ટેલિસ્કોપે ગ્રહના વાતાવરણનું વિશ્લેષણ કર્યું છે. ડેટા પર આધારિત અંદાજો સૂચવે છે કે LHS 1140b ની રચના પૃથ્વી જેવી જ છે. ગ્રહની ઘનતા દર્શાવે છે કે તેમાં ખરેખર પાણીનો મોટો જથ્થો છે. પૃથ્વીના મહાસાગરોમાંના તમામ પાણી તેના દળના માત્ર 0.02 ટકા જેટલા છે.
ગ્રહ પર બરફની શક્યતા
એક શક્યતા એ છે કે સપાટી મોટાભાગે બરફની હોય છે, પરંતુ ત્યાં એક વિશાળ પાણીનો મહાસાગર પણ હોઈ શકે છે જ્યાં ગ્રહ સૌથી વધુ ગરમીના સંપર્કમાં હોય છે. પ્રવાહી પાણી બરફના જાડા સ્તરની નીચે છુપાયેલું હોઈ શકે છે, જેમ કે ગુરુ અને શનિની આસપાસ ફરતા ચંદ્રો ગેનીમીડ, એન્સેલેડસ અથવા યુરોપા પર.
- Advertisement -
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે એક્સોપ્લેનેટનું વાતાવરણ છે કે કેમ તેની પુષ્ટિ કરવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગશે અને કાર્બન ડાયોક્સાઇડની હાજરી શોધવામાં બીજા બે કે ત્રણ વર્ષ લાગશે.