કાર્યક્રમમાં અશ્ર્વ તેમજ શણગારેલી જીપ તેમજ સોસાયટીના બહેનોના માથે કળશ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શિવાજી પ્રભાત શાખા (વિષ્ણુ વિહાર સોસાયટી ) મુંજકા નગર દ્વારા અવધપુરી (અયોધ્યા ) થી આવેલા પુજીત અક્ષત કળશ ની નગરયાત્રા રૂડા નગર 2 ના શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરથી લઈ વિષ્ણુ વિહાર સોસાયટી ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી.
જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામા આવ્યુ હતું. આ તકે અન્ય સોસાયટીના રામભક્તો પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્ર્મમાં રૂડાં નગર 2 ના પ્રમુખ દીપેનસિંહ ઝાલા, વિષ્ણુ વિહાર સોસાયટીના પ્રમુખ પ્રતિપાલસિંહ ગોહીલ, વોર્ડ નં 10 ભાજપના નગર સેવકો તેમજ પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા. સોસાયટી અગ્રણી આર. જી. વાઘેલા, એ. જે. જાડેજા, હરપાલસિંહ ઝાલા, ગિરિરાજસિંહ જાડેજા, રાજેન્દ્રભાઈ પાઠક, યજ્ઞેશભાઇ પંડયા, વાસુદેવસિંહ સરવૈયા, નરવિરસિંહ ઝાલા, હર્ષદભાઇ જાની, મનસુખભાઇ ડોબરીયા, ખુમાનસિંહ વાઘેલા, રમેશભાઈ જોશી, અર્પિત ઘોડા, દિલીપભાઇ બસિયા, જયદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચૂડાસમા, ભગીરથસિંહ, પ્રતિપાલસિંહ ચૂડાસમા, ઘનશ્યામસિંહ જાડેજા, ભૂપેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, નરવિરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં અશ્વ તેમજ શણગારેલી જીપ તેમજ સોસાયટીના બહેનોના માથે કળશ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.