તરણેતર મેળો માણવા આવતા મોરબી – વાંકાનેર તરફથી વાહનચાલકો પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
એક તરફ વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આજથી ખુલ્લો મુકાયો છે ત્યારે આ મેળાને મળવા વિદેશીઓ પણ આવતા હોય છે તેવામાં તરણેતર તરફ જવાના તમામ માર્ગ પર તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરી વાહનચાલકોને અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા કરી હોવાની મોટી મોટી જાહેરાતો કરી હતી પરંતુ થાનગઢ ખાતે આશાપુરા માતાજીના મંદિર પાસે માર્ગ પર માટીનો ઢગલો છેલ્લા બે દિવસથી ખડકેલો જોવા મળે છે.
- Advertisement -
મોરબી તથા વાંકાનેર તરફથી મેળો માણવા આવતા લોકોને માર્ગમાં અગવડ પડે તે પ્રકારે છેલ્લા બે દિવસથી માટીનો ઢગલો વચો વોચ ખડકી દેવાયો છે. આ માટીના ઢગલાને લીધે અનેક વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડે છે સાથે જ રાત્રીના સમયે મેળો માણવા આવતા લોકોને માર્ગની વચ્ચે રહેલો માટીનો ઢગલો અકસ્માત નોતરે તે પ્રકારની સ્થતિ ઉદભવી છે ત્યારે તંત્ર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મેળાની વ્યવસ્થામાં આટલી મોટી ખામી રહેતા લોકો પણ રોષે ભરાયાં છે